ભીખુદાન ગઢવી

11/05/2025

( ભીખુદાનગઢવી | ગુજરાતી ડાયરો | લોકસાહિત્ય | ગુજરાતી ડાયરો પ્રદર્શન | લોકગીત ગુજરાતી | લોક સાહિત્ય ગુજરાત | પરંપરાગત ગુજરાતી સંગીત | લોક સાહિત્ય ગુજરાત )

ભીખુદાન ગોવિંદભાઈ ગઢવી ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક અને લોકસાહિત્યના પ્રખર પ્રતિનિધિ છે. તેમનો જન્મ ૧૯ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ ગુજરાતના કેશોદ તાલુકાના માણેકવાડા ગામમાં થયો હતો. તેઓએ ગુજરાતના દાયરા અને લોકગીતોની પરંપરાને જીવંત રાખવા માટે વિશિષ્ટ યોગદાન આપ્યું છે.

post image

અંગત જીવન માહિતી

ભીખુદાન ગઢવીના પરિવારમાં તેમના પત્ની ગજરાબા ગઢવી, ત્રણ દીકરીઓ (અંજના, મીના, હિરલ) અને એક પુત્ર (ભરતભાઈ) છે. તેઓ હાલ જૂનાગઢમાં નિવાસ કરે છે.

શૈક્ષણિક અને સંગીતની શરૂઆત

ભીખુદાન ગઢવીએ ૧૦ વર્ષની ઉંમરે સંગીતમાં પ્રવેશ કર્યો અને ૨૦ વર્ષની ઉંમરે પોતાની પહેલી જાહેર પ્રસ્તુતિ આપી. તેમના પ્રેરણાસ્રોત ઝવેરચંદ મેઘાણી અને દુલા ભાયા કાગ હતા.

સંગીત અને સાહિત્ય યાત્રા

તેમણે ૩૫૦થી વધુ ઑડિયો એલ્બમ્સ રજૂ કર્યા છે, જેમાં "ભાડાનું મકાન" અને "ખાનદાનિનું ખમિર" જેવી લોકપ્રિય રચનાઓ છે. ગુજરાતી સાહિત્ય અને સંગીતને વિશ્વભરમાં ઓળખ અપાવવાનો તેમનો પ્રયાસ સરાહનીય છે.

સન્માન અને પુરસ્કારો

1] પદ્મશ્રી (૨૦૧૬) :

પદ્મશ્રી ભારત સરકાર દ્વારા આપવામાં આવતા ચોથી શ્રેણીના નાગરિક પુરસ્કાર છે. તેમને લોકસાહિત્યમાં ખાસ યોગદાન માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો.

2] સંગીત નાટક અકાદમી એવોર્ડ (2009) :

આ પુરસ્કાર ભારતીય સંગીત, નૃત્ય અને નાટકના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન માટે સંગીત નાટક અકાદમી દ્વારા આપવામાં આવે છે. 2009માં, તેમને આ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

3] ગુજરાત ગૌરવ એવોર્ડ :

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનારા વ્યક્તિઓને આ સન્માન આપવામાં આવે છે.

4] શ્રી દુલા ભાયા કાગ એવોર્ડ (2009) :

આ પુરસ્કાર દુલા ભાયા કાગ ટ્રસ્ટ દ્વારા સાહિત્ય અને લોકકલા ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનારા લોકોને આપવામાં આવે છે. 2009માં, તેમને આ પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

Mayabhai Ahir

ભીખુદાન ગઢવીના તાજેતરના કાર્યક્રમોની માહિતી માટે તેમની YouTube ચેનલ અને લોકદાયરો વેબસાઇટની મુલાકાત લો. ભીખુદાન ગઢવીની કલા માત્ર સંગીત પૂરતી સીમિત નથી, પરંતુ તે ગુજરાતી લોકસાહિત્યની જીતીજાગતી ઓળખ છે.

સંબંધિત ચિત્રો
post image post image post image

Har Har Mahadev | આદેશ 🚩

©GyaanTrek | All Rights Reserved